Gujarat Budget 2016

Gujarat Budget 2016

  • બજેટની વાર્ષિક યોજનાનું કદ ₹85,557 કરોડ ગત વર્ષની સરખામણીએ કદમાં ₹6,262 કરોડનો વધારો.
  • 2016-17 રૂ. 245.49 કરોડની પુરાંત.

HIGHLIGHTS:

◆ શિક્ષણ વિભાગ માટે 23,815 કરોડ

◆ પ્રવાસન અને યાત્રાધામ વિકાસ 834 કરોડ

◆ શ્રમ અને રોજગાર 1516.22 કરોડ

◆ મહિલા અને બાળ વિકાસ 2615.81 કરોડ

◆ શહેરી વિકાસ 11256.88 કરોડ

◆ આરોગ્ય અને પરિવાર કલ્યાણ 8212.05 કરોડ

◆ માર્ગ અને મકાન માટે 8402.20 કરોડ

◆ ઊર્જા-પેટ્રો.કેમિ. માટે 7794.38 કરોડ

◆ કૃષિ અને સહકાર વિભાગ માટે 5792.45 કરોડ

◆ કાયદો અને વ્યવસ્થા માટે 4643.03 કરોડ

◆ મહેસૂલ વિભાગ માટે 2893.45 કરોડ

◆ વન અને પર્યાવરણ માટે 1292.86 કરોડ

◆ સ્ટેટ ડિઝાસ્ટર રિલિફ ફંડ માટે 848 કરોડ

◆ સિવિલ સપ્લાય માટે 1029.78 કરોડ

◆ હોમ ડિપાર્ટમેન્ટ માટે 4643 કરોડ

◆ કાયદા વિભાગ માટે 1723 કરોડ

◆ સ્ટેચ્યુ ઓફ યુનિટિ માટે 1066 કરોડ

◆ સરદાર સરોવર યોજના માટે 9050 કરોડ

◆ અમદાવાદ-મુંબઈ બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 125 કરોડ

◆ પોર્ટ અને ટ્રાન્સપોર્ટ માટે 1317 કરોડ

◆ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવા 10 કરોડ

◆ કૃષિ અને સંલગ્ન પ્રવૃતિઓ માટે 5940.08 કરોડ

◆ ગ્રામિણ વિકાસ માટે 2764.89 કરોડ

◆ ખાસ વિસ્તાર કાર્યક્રમ માટે 50 કરોડ

◆ સિંચાઈ અને પૂરનિયંત્રણ માટે 14294.20 કરોડ

◆ ઊર્જા માટે 6823.82 કરોડ

◆ ઉદ્યોગ અને ખનિજ માટે 2955.82 કરોડ

◆ પરિવહન માટે 7969 કરોડ

◆ સંદેશ વ્યવહાર માટે 997.35 કરોડ

◆ વિજ્ઞાન, પ્રોદ્યોગિકી અને પર્યાવરણ માટે 721.96 કરોડ

◆ સામાન્ય આર્થિક સેવાઓ માટે 2645.78 કરોડ

◆ સામાજિક સેવાઓ માટે 40285.52 કરોડ

◆ સામાન્ય સેવાઓ માટે 109.92 કરોડ

FULL BUDGET:

 

  • સુજલામ સુફલામ યોજના માટે ₹14294 કરોડની જોગવાઇ.
  • નર્મદા યોજના માટે ₹9,050 કરોડનું આયોજન.
  • જળસંપત્તિ અને કલ્પસર માટે ₹5,244 કરોડનું આયોજન.
  • કૃષિ અને સહકાર વિભાગ માટે ₹5,792 કરોડનું આયોજન.
  • મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના વાર્ષિક આવક મર્યાદા ₹4.50 લાખથી વધારી ₹6 લાખ કરાઇ; પર્સેન્ટાઇલની મર્યાદા 90% થી ઘટાડીને 80% કરાઇ.
  • મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન માટે ₹1,000 કરોડની ફાળવણી.
  • શિક્ષણ વિભાગ માટે ₹23,815 કરોડની ફાળવણી.
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે ₹8,212 કરોડની ફાળવણી
  • મહિલા અને બાળવિકાસ માટે ₹2,615 કરોડની ફાળવણી.
  • સામાજિક ન્યાય અધિકારિતા માટે ₹2,729 કરોડની જોગવાઇ.
  • વિકસતી જાતિઓ માટે ₹1,105 કરોડની ફાળવણી.
  • સમાજ સુરક્ષા માટે ₹623 કરોડની ફાળવણી.
  • રમતગમત માટે ₹570 કરોડની ફાળવણી.
  • માર્ગ મકાન વિભાગ માટે ₹8,402 કરોડની ફાળવણી.
  • એક લાખ હેક્ટરમાં સિંચાઇ સુવિધા વધશે, કલ્પસર માટે ₹5244 કરોડનું આયોજન.
  • બંદરો અને વાહન વ્યવહાર માટે ₹1,317 કરોડની ફાળવણી.
  • ઊર્જા અને પેટ્રોકેમિકલ માટે ₹7,794 કરોડની ફાળવણી.
  • ઉદ્યોગ અને ખાણવિભાગ માટે ₹3,545 કરોડની ફાળવણી.
  • વાઇબ્રન્ટ ગુજરાત 2017 માટે ₹70 કરોડની જોગવાઇ.
  • ધોલેરા સર માટે ₹1,806 કરોડ.
  • સ્ટાર્ટ અપ પ્રોજેકટ માટે ₹50 કરોડની જોગવાઇ.
  • શ્રમ-રોજગાર માટે ₹1,516 કરોડની જોગવાઇ.
  • પ્રવાસન-યાત્રાધામ વિકાસ માટે ₹834 કરોડની ફાળવણી.
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે ₹8,212 કરોડની ફાળવણી.
  • મહિલા અને બાળવિકાસ માટે ₹2,615 કરોડની ફાળવણી.
  • સામાજિક ન્યાય અધિકારિતા માટે ₹2,729 કરોડની જોગવાઇ.
  • માર્ગમકાન વિભાગ માટે ₹8,402 કરોડની ફાળવણી.
  • સમાજસુરક્ષા માટે ₹623 કરોડ ફાળવણી કરાઈ.
  • રમતગમત માટે ₹570 કરોડ ફાળવણી કરાઈ.
  • શહેરીવિકાસ-ગૃહનિર્માણ માટે ₹11,256 કરોડની ફાળવણી.
  • રાજ્યમાં કુલ 6 નવા ફ્લાયઓવર બનશે , 6 ફ્લાયઓવર માટે ₹515 કરોડની જોગવાઇ.
  • અમદાવાદમાં બનશે બે નવા ફ્લાયઓવરબ્રિજ: ૧. નરોડા ફ્લાયઓવર ૨. પકવાન જંકશન ફ્લાયઓવરબ્રિજનો સમાવેશ.
  • રાજ્યમાં સ્થપાશે દેશની પ્રથમ ઓર્ગેનિક ફાર્મિંગ યુનિવર્સિટી. ઓર્ગેનિક ફાર્મિંગ યુનિ. માટે ₹10 કરોડની જોગવાઇ.
  • ખેડૂતો માટે ફૂડ પ્રોસેસિંગ અને એગ્રો બિઝનેસ પોલિસી અંતર્ગત ₹25 કરોડની જોગવાઇ.
  • GIDCમાં અલગ SME સેલ સ્થપાશે.
  • સાણંદ ખાતે મહિલા ઔદ્યોગિક પાર્ક બનાવાશે.
  • GIDC દ્ધારા ઔદ્યોગિક પાર્ક માટે ₹200 કરોડની જોગવાઇ.
  • MSME એકમો માટે ₹596 કરોડની જોગવાઇ.
  • ટેક્સટાઇલ ઉદ્યોગો માટે ₹ 500 કરોડની જોગવાઈ.
  • ઔદ્યોગિકવિસ્તારો માટે ₹200 કરોડની જોગવાઇ.
  • રાજકોટ ખાતે ₹10 કરોડના ખર્ચે સ્થપાશે એક્ઝિબિશન સેન્ટર.
  • અગરિયા અને મીઠા ઉદ્યોગ માટે ₹31 કરોડની જોગવાઇ.
  • ગુજરાતના 59 રસ્તા ફોર લેન બનાવાશે

બગોદરાથી. ભાવનગર સુધીનાં હાઇવેને ચાર માર્ગીય કરાશે; અંકલેશ્વર, રાજપીપળા હાઇવેને ચાર માર્ગીય કરાશે; ડભોઇથી કેવડિયા કોલોની રોડને ચાર માર્ગીય કરાશે; સાણંદ, કડી, મહેસાણા માર્ગને ચાર માર્ગીય કરાશે.

  • રાજ્ય સરકારે સ્માર્ટ વિલેજ યોજના માટે કરી ₹185 કરોડની જોગવાઇ. રાજ્યનાં 300 ગામોને સ્માર્ટ વિલેજ બનાવાશે.
  • મુખ્યપ્રધાન અમૃતમ યોજના માટે ₹160 કરોડની ફાળવણી. ડાયાબિટીઝ અને બ્લડપ્રેશરના દર્દીઓને મળશે વિનામૂલ્યે દવાઓ – તમામ સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે આજીવન દવાઓ પૂરી પડાશે.
  • મહિલાઓ માટે મુખ્યપ્રધાનનો ઐતિહાસિક નિર્ણય – ગર્ભાશયના મુખના કેન્સર,સ્તન કેન્સરની સરકારી સ્પેશિયલિસ્ટ હોસ્પિટલોમાં આવકની કોઇપણ મર્યાદા વગર અપાશે વિનામૂલ્યે સારવાર.
  • એક વર્ષમાં 66,000 જગ્યાઓ માટેની ભરતી બહાર પડશે:

શિક્ષણક્ષેત્ર  20,400

પોલીસતંત્ર 17,200

આરોગ્યક્ષેત્ર 7,800

મહેસૂલીતંત્ર 7,800

વનવિભાગ  1,600

ઇજનેરી વિ.  1,200

હિસાબીશાખા 1,100

જુનિયર ક્લાર્ક 3,000

  • બાગાયતી પાકો માટે ચાર નવા “સેન્ટર ઓફ એકસેલન્સ” સ્થપાશે.
  • શુગર કો.ઓપ.મિલોની સુધારણા માટે ₹50 કરોડની જોગવાઇ.
  • ખેડૂતોને ખરીદપાક માટે ₹3 લાખ સુધીની લોન મળશે – રાજ્યના 38 લાખ ખેડૂતને મળશે સીધો લાભ ; 1% ટકાના દરે મળશે ₹3 લાખની લોન ; ₹375 કરોડની જોગવાઇ.
  • અમદાવાદના મેટ્રો પ્રોજેકટ માટે ₹722 કરોડની જોગવાઇ – સુરત મેટ્રો અને અમદાવાદ-ગાંધીનગર ફેઝ-2 માટે જોગવાઇ.
  • DPR માટે ₹2 કરોડની જોગવાઇ કરાઇ.
  • સ્માર્ટ સિટી,અમૃત યોજનાના 31 શહેરો માટે ₹800 કરોડની જોગવાઇ.
  • ગરીબોને ઘર મળે એ માટે ₹750 કરોડની જોગવાઇ.
  • અમદાવાદના ચંડોળા તળાવના વિકાસ માટે રૂ.10 કરોડની ફાળવણી.
  • અમદાવાદ શહેરની ખારીકટ કેનાલના સર્વે માટે રૂ.1 કરોડની જોગવાઇ.
  • પ્રવાસન સ્થળોમાં ફિલ્મ શૂટિંગને વેગ આપવા ફિલ્મ ફેસ્ટિવલના આયોજન માટે ₹10 કરોડની જોગવાઇ.
  • પાન મસાલાના વેરામાં 10%નો વધારો 15%ના વેરાને વધારીને 25% કરાયો
  • ઇન્ડસ્ટ્રીઅલ સોલ્ટ પર 5% નો વેરા વધારો
  • ગરીબ પરિવારની દિકરીનો મેડીકલ અભ્યાસનો તમામ ખર્ચ રાજય સરકાર કરશે, વિજ્ઞાન પ્રવાહ માટે નવી 41 શાળાઓ શરૂ કરાશે.
  • પેડલ રિક્ષા, સાયકલ રિક્ષા,મચ્છરદાની પર ટેક્સ નાબૂદ.
  • વડોદરા તેમજ સુરતની સરકારી મેડિકલ કોલેજમાં 150 બેઠકો વધશે.
  • ૧૦૦ નવી 108 એમ્બ્યુલન્સનો વધારો થશે.
  • 15 લાખથી વધુની કાર અને 5 લાખથી વધુની કિંમતના ટુ-વ્હીલર મોંઘા થશે.
  • લક્ઝરી કાર અને લક્ઝરી ટુ-વ્હીલર પરનો વેરો વધારીને 20 ટકા કરાયો.
  • સિરામીક પ્રોડક્ટ્સ પરનો વેટ 15 ટકાથી ઘટાડીને 5 ટકા કરાયો.
  • કંપનીઓ દ્વારા ખરીદાતા વાહનો પરનો વેરો 15 ટકાથી વદારીને 20 ટકા કરાયો.
  • સેનેટરી નેપ્કિન અને ડાયપર પરનો વેરો સંપૂર્ણ માફ.
  • વાંસ અને વાંસની બનાવટો પર લાગતો 5 ટકાનો વેરો નાબૂદ.
  • 53029 આંગણવાડીના 45.55 લાખ બાળકો માટે ₹2325.22 કરોડ.

Demat_Offer